મોરબીમાં ઉંચુ વ્યાજ વસુલનાર ત્રણ વ્યાજખોર વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીમાં યુવકે વ્યાજ વટાનુ કરતા ત્રણ શખ્સો પાસેથી અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લિધેલ હોય જે રૂપિયા વ્યાજખોરોએ ઉંચા વ્યાજે આપી યુવક પાસેથી બળજબરી પૂર્વક રૂપિયાની ઉઘરાણી કરી ચેક લખાવી યુવકની એમ.જી.એકટર લય લઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના માણેકવાડા ગામના રહેવાસી અને હાલ મોરબીના આલાપ રોડ અંજલીપાર્ક પંચવટી એપાર્ટમેન્ટ સામે રહેતા રવીરાજભાઈ જગદીશભાઇ દેત્રોજા (ઉ.વ.૨૨) એ આરોપી ભુપતભાઇ જારીયા રહે. આનંદનગર પાપાજી ફનવલ્ડ પાછળ કંડલા બાયપાસ, રાજેશભાઇ બોરીચા રહે.ગજડી તા. મોરબી, ભરતભાઇ કાનજીભાઇ ચાવડા રહે. રવાપર ગામ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આજથી અઢી માસથી આજદીન સુધી અલગ અલગ સમયે ફરીયાદીને આરોપી ભુપતભાઇ , રાજેશભાઈ, ભરતભાઈએ ઉંચા વ્યાજે નાણા ધીરી ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક રૂપીયા ઉઘરાણી કરી ચેક લખાણ લખાવી લઇ તેમજ આરોપી ભરતભાઈએ ફરીયાદીની એમ.જી એકટર રજીસ્ટર નં-GJ-36-R-2222 વાળી બળજબરી પુર્વક લઇ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર રવીરાજભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૮૪,૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા મનીલેન્ડર્સ એક્ટ -૨૦૧૧ ની કલમ -૪૦,૪૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.