મોરબીમાં ઉછીના રૂપિયા પરત ન આપતા યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબીમાં યુવકે આરોપી પાસેથી એક લાખ રૂપિયા ઉછીના લીધેલ હોય જે યુવકે પરત આપેલ ન હોય જે બાબતનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે ઉમા ટાઉનશિપમાં આલ્ફાહોમ બી -૫૦૧ માં રહેતા હાર્દિકભાઈ કાંતિભાઈ બોપલીયા (ઉ.વ.૨૮) એ આરોપી ચેતનભાઈ વરમોરા રહે. ક્રાંતિજ્યોત મહેન્દ્રનગર તા.જી. મોરબી, મયુરસિંહ જાડેજા રહે. મોરબી તથા એક અજાણ્યા માણસ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી ચેતન પાસેથી હાથ ઉછીના રૂપિયા એક લાખ લીધેલ હોય જે ફરીયાદીએ પરત આપેલ ન હોય જે બાબતનો ખાર રાખી આરોપી ચેતને ફરીયાદીને આરોપી મયુરસિંહની શનાળા રોડ કભીભી બેકરીની ઉપર ઓફિસમાં બોલાવી ત્રણે આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો તથા પ્લાસ્ટિકના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.