Friday, October 18, 2024

મોરબીમાં બે શાળાઓ ખાતે ફાયર વિભાગની ટીમ દ્વારા સેમિનાર યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: આજે ઉમા વિદ્યા સંકુલ સામાકાંઠે તથા શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ-શક્ત શનાડા ખાતે મોરબી ફાયર ટીમ દ્વારા સેમિનાર યોજાયો હતો.

સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલ ખાતે ધોરણ – 5 થી 8 નાં 750 થી વધુ વિદ્યાર્થીઓ અને શ્રી સરસ્વતી માધ્યમિક વિધામંદિર સંકુલ-શક્ત શનાડા પાસે આવેલ 405 થી વધુ વિદ્યાર્થીઓ સાથે મોરબી ફાયર ટીમ દ્વારા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા તથા લીડિંગ ફાયરમેન જયેશભાઈ ડાકી અને તેમની સમગ્ર ટીમ હાજર રહી આગ લાગે તો શું કરવું અને આગ ન લાગે તેના માટે શું કરવું જે અંગે સ્પષ્ટપણે માહિતી આપી લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. તેમજ મોરબી ફાયર દ્વારા કેવી ટેકનોલોજીના સાધનો છે, તથા ફાયર આપણને કઈ રીતે ઉપયોગી થઈ શકે જે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તકે મોરબી ફાયર ટીમ શાળામાં ઉપસ્થિત રહી તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવા બદલ બને શાળાના પ્રમુખઓ દ્વારા મોરબી ફાયર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર