મોરબી: મોરબી લોક અદાલતનું આયોજન આજે મોરબી કોર્ટ ખાતે આજે મોરબી લોક અદાલતનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૧૧૪૩૦ કેસોમાંથી ૪૨૧૯ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો અને ૧૦,૦૪,૦૬,૨૭૫ રૂપિયાનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું.
જ્યારે કુલ ૧૧૪૩૦ રાખવામાં આવેલ હતા જે કેસમાં પ્રી ઈલીગેશન, પ્રોહીબીશન, જમીન.મિલકત, ચેક રીટર્ન, ફેમીલી તકરાર અને વાહન અકસ્માત સહિતના કેસો ચાલી જતા ૪૨૧૯ નો નિકાલ કરવામાં આવેલ હતા. તેમજ ટ્રાફિક ચલણના કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે જેમાં કુલ ૧૦,૦૪, ૦૬,૨૭૫ રૂપિયાનું લોક અદાલતમાં સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું.
આ લોક અદાલતનું આયોજન મોરબીના પ્રિન્સિપાલ જસ્ટીસ જજ ડી.પી. મૈયડા, કાનુની સલાહના લીગલ સચિવ ડી.એ.પારેખ, પ્રિન્સિપાલ ફેમિલી જજ એ.એમ. વાનાણી, એ.ડી. જસ્ટિસ પંડ્યા, તથા બાર એસોસિયેશનના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા અને બોહળી સંખ્યામાં વકિલો હાજર રહ્યા હતા.