મોરબીમાં ટેક્ષીનુ ભાડા બાબતનો ખાર રાખી યુવકને બે શખ્સોએ જાનથી મારી નાખવાની આપી ધમકી
મોરબી: મોરબીમાં ટેક્ષીના ધંધામાં ભાડુ નહીં આપવા બાબતે ખાર રાખી બે શખ્સોએ યુવકને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી યુવકનાં ઘરે જઈ તેની પત્નીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સરદારબાગ વાળી શેરી મધર ટેરેસાની બાજુમાં શીવાલય હાઈટ્સ બ્લોક નં -૫૦૧મા રહેતા મનિષભાઇ દીનેશભાઈ ભોજાણી (ઉ.વ.૪૧) એ આરોપી વિષ્નુ અજાણા રહે. સજ્જનપર ઘુનડા ગામ તથા મેહુલ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૩-૨૦૨૪ ના રોજ આરોપી વિષ્નુએ પોતાના મોબાઈલ નંબર ૮૭૫૮૩૯૩૫૯૦ ઉપરથી ફરિયાદીના મોબાઈલ નંબર ૯૦૧૫૧૪૪૪૪૪ ઉપર ટેક્ષીના ધંધામાં ભાડુ નહી અપવા બાબતે ખાર રાખી ફોન ઉપર છરીના ઘોદા મારી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી વિષ્નુ તથા મેહુલ ફરિયાદીના ઘરે જઈ ફરિયાદીના પત્નીને ગંદી ગાળો આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર મનિષભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૫૦૪,૫૦૬(૨),૫૦૭,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.