મોરબીમાં અચાનક શ્વાસ બંધ થઈ જતા એક વ્યક્તિનું મોત
મોરબીના લિલાપર કેનાલ રોડ પર રામકો બંગલો પાછળ અંજલી પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાને શ્વાસ બંધ થઈ જતા આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના લિલાપર કેનાલ રોડ પર રામકો બંગલો પાછળ અંજલી પાર્ક સોસાયટીમાં રહેતા હરેશ મગનલાલ અંદરપા (ઉ.વ.૪૪) નામના આધેડનું લાંબા સમયથી મગજની બીમારીથી પીડાતા હોય અને પોતાના રહેણાંક મકાને શ્વાસ બંધ થઈ આધેડને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.