મોરબીના સામાકાંઠ વિસ્તારમાં આવેલ અત્યાધુનિક દાંતનું શ્રી શક્તિ ડેન્ટલ કેર & ઈમ્પ્લાન્ટ સેન્ટર દ્વારા આગામી તારીખ ૦૫-૦૧-૨૦૨૫ ને રવિવારના રોજ સવારના ૦૯:૩૦ થી ૧:૦૦ કલાકે મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ રોડ પર આવેલ શ્રી શક્તિ મેડિકલની બાજુમાં આવેલ કુળદેવી પાન સામે શ્રી શક્તિ ડેન્ટલ કેર & ઈમ્પ્લાન્ટ સેન્ટર ખાતે નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં પાંચ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા દાંત નિષ્ણાત ડોક્ટર અંજનાબા એ. ઝાલા નિઃશુલ્ક સેવાઓ આપશે. તેમજ આ નિદાન કેમ્પમા દર્દીએ હાજર રહેવા માટે ૮૩૨૦૯૧૦૨૧૦ પરથી એપોઇન્ટમેન્ટ લેવાનું રહેશે.
ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પમાં ઉપલબ્ધ સુવિધાઓ
મશીન દ્વારા દાંતની સફાઈ (Ultra-Sonic Scaling), દાંતના મૂળની સારવાર (Root Canal Treatment), પેઢાના રોગો (પાયોરીયા) ની સારવાર, ડીજીટલ એકસ-રેની સુવિધા, દાંતના સડાની સફાઇ, ચાંદી તથા દાંતના કલર જેવું ફિલિગ, – નાના બાળકોના દાંતની અદ્યતન ઉપકરણોથી સારવાર, સિરામીક, એકેલીક તથા મેટલના ફિક્સ દાંત (FP.D.) બેસાડવાની સુવિધા, દાંતનું આખુ ચોકઠું તથા એક થી વધારે દાંતનું ચોકઠું બનાવવાની સુવિધા, વાંકા-ચુકા દાંતની આધુનિક સારવાર (Ortho. Treatment), બ્લિચિંગ થી દાંત સફેદ કરાવવા, ડેન્ટલ જવેલરી – હીરા બેસાડવાની સુવિધા, મોઢામાં પડેલા ચાંદાઓનું નિદાન અને સારવાર, સ્માઇલ ડીઝાઇનીંગ તથા કોસ્મેટીક ડેન્ટલ ટ્રીટમેન્ટ, ડહાપણ દાઢની સર્જરી, જડબાના ફેક્ચરની સારવાર, નાના બાળકોની દાંતની દરેક પ્રકારની સારવાર, સિંગલ સિટીંગ Root Canal Treatment કરી આપવામાં આવશે.
હળવદ તાલુકાના માથક ગામે સુંદરીભવાની જવાના રોડ ઉપરથી એક બોલેરો ગાડીમાંથી દેશીદારુ ૧૨૦૦ લીટર કિં. રૂ.૨,૪૦, ૦૦૦ અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા. ૭,૪૦,૦૦૦/- ના મુદામાલ સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના માથક...
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર ઓનેસ્ટ હોટલની પાસે આધ્યશક્તિ -૦૨ કોમ્પલેક્ષમા ત્રીજા માળે "સીગ્નેચર વેલનેસ સ્પા’’મા ચાલતું કુટણખાનું ઝડપાડી એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી જાહેર કરેલ વિગતો મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર ઓનેસ્ટ હોટલની પાસે આધ્યશક્તિ -૦૨...
મોરબી-જેતપર રોડ પર આવેલ રંગપર ગામની સીમમા એ.બી.સી. સીરામીક સામે રામેશ્વર કોમ્પલેક્ષમાં આવેલ શીવ શક્તિ હોટલમાં ચા નાસ્તો કરી ચાર શખ્સોએ ચા ના ઓટલા પાસે થુકતા હોય જેથી યુવકે થુકવાની ના પાડતાં ચાર શખ્સોએ યુવકને લાકડાના ધોકા વડે માર માર્યો હોવાના ચક્રવાત ન્યૂઝ દ્વારા સિસીટીવી ફુટેજ વાઇરલ કરવામાં આવ્યા...