મોરબીમાં સુધારા શેરી- સરદાર રોડમાં પાર્કિંગ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ
મોરબી શહેરમાં સ્થિત સુધારાવાળી શેરી, સરદાર રોડમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ (મોરબી નગરપાલિકા) ઉપરાંત ૨ બેંક, સમાજવાડી, સ્કુલ અને જથ્થાબંધ સામાન વિક્રેતાઓની દુકાનો આવેલી છે. આ વિસ્તારમાં નાના મોટા વાહનોનું રોડની બંને બાજુમાં અવ્યવસ્થિત પાર્કિંગ કરવામાં આવતું હોવાથી આગ, અકસ્માત અને રેસ્ક્યુ કોલ સમયે ફાયર બ્રિગેડના વાહનોને આવવા જવામાં અવરોધ થાય છે અને ઘટનાસ્થળે પહોંચવામાં વિલંબ થતો હોવાથી સુધારાશેરીમાં વન સાઈટ પાર્કિંગની સુવિધા કરવા બાબતનું જાહેરનામું જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરી, મોરબી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જે અનુસાર મોરબીમાં સુધારા શેરી- સરદાર રોડ ઉપર નાના મોટા વાહનોનું પાર્કિંગ મહિનાની એકી તારીખ દરમ્યાન રોડની ડાબી બાજુએ તથા મહિનાની બેકી તારીખ દરમ્યાન રોડની જમણી બાજુએ કરવાનું રહેશે. આ પ્રતિબંધાત્મક હુકમ આગામી તારીખ ૨૦/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. ઉક્ત જાહેરનામાનો ભંગ કરનારી વ્યક્તિને ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ- ૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.