મોરબીમાં સોરઠ કડવા પાટીદાર પરિવારનું પ્રથમ સ્નેહમિલન 19 મેંએ યોજાશે
સોરઠ કડવા પાટીદાર પરિવારનું પ્રથમ સ્નેહમિલન તા. ૧૯ ને રવિવારના રોજ માનવ મંદિર, લજાઈ મોરબી ખાતે યોજાશે
જે સ્નેહમિલન કાર્યક્રમમાં તા. ૧૯ ને રવિવારે સાંજે ૪ કલાકે પરિવારનું આગમન, દીપ પ્રાગટ્ય, સ્વાગત ગીત તેમજ ૦૫ : ૩૦ થી ૦૬ સુધી પ્રેરણાત્મક સંવાદ યોજાશે સાંજે ૬ થી ૭ કાલક સુધી સન્માન સમારોહ અને બાદમાં માં ઉમા આરાધના યોજાશે સાંજે ૦૭ : ૧૫ થી ૦૮ : ૧૫ સુધી પુરુષોનો જમણવાર અને બાદમાં ૦૮ : ૧૫ થી ૦૯ : ૩૦ સુધી સ્ત્રીઓ માટે જમણવાર યોજાશે તેમજ સાંજે ૦૭ : ૧૫ થી ૮ : ૧૫ સુધી બહેનો માટે રાસ ગરબા કાર્યક્રમ રાખેલ છે તો રાત્રે ૦૯ : ૩૦ કલાકે સ્નેહ સાથે સત્સંગ કાર્યક્રમ રાખેલ છે જેમાં સુદર્શન ગ્રુપ વંથલી દ્વારા શ્રીનાથજીની ઝાંખી રજુ કરવામાં આવશે.
સ્નેહ મિલન સમોર્હમાં શ્રી ઉમા ધામ સીદસર, શ્રી ઉમા ધામ ગાઠીલા, શ્રી ઉમા સંસ્કાર ધામ મોરબી, શ્રી માનવ મંદિર મોરબીના અગ્રણીઓ અતિથી વિશેષ તરીકે પધારશે.