મોરબીમાં સાસરીયા પક્ષથી કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત
મોરબી: મોરબીના રોહીદાસપરામા રહેતી પરિણીતાને સાસરિયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોય જેથી કંટાળી ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પરણીતાની માતાએ આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રહેવાસી અને હાલ મોરબી તાલુકાના મકનસર પ્રેમજનગરમા રહેતા ગીતાબેન કિશોરભાઈ પરમાર (ઉ.વ.૫૦) એ આરોપી મનસુખભાઇ ઉર્ફે જીગો દેવજીભાઈ ચૌહાણ (પતિ), કાંતાબેન દેવજીભાઈ ચૌહાણ (સાસુ), અરૂણાબેન ઉર્ફે પપુ દેવજીભાઈ ચૌહાણ (નણંદ), તથા ગોપાલભાઈ દેવજીભાઈ ચૌહાણ (જેઠ) રહે બધા રોહીદાસપરા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૧૧-૨૦૨૩ ના રોજ ફરીયાદીની દિકરી મિતલબેનના આરોપી મનસુખભાઇ સાથે લગ્ન થયેલ હોય જેને આરોપીઓએ સાસરીયામા એકાદ મહિનો સારી રીતના રાખ્યા બાદ ચારે આરોપીઓએ ભેગા મળી ઘરની નાની નાની વાતમા મિતલબેનને ગાળો બોલી તથા ઢીકાપાટુનો માર મારી તથા વધુ કરીયાવર લાવવા બાબતે અવાર નવાર મેણા ટોણા મારી તથા મરણ જનાર મિતલબેનને શારીરીક તથા માનસીક ત્રાસ આપી મરવા માટે મજબુર કરતા મિતલબેને તા-૦૧/૧૧/૨૩ ના રોજ પોતે આરોપી ઓથી કંટાળી જઇ પોતાની રીતે ગળા ફાસો ખાઇ જતાં મિતલબેનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર પરણીતાની માતા ગીતાબેને આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૬,૩૨૩,૫૦૪,૪૯૮(ક),૧૧૪ તથા દહેજ પ્રતિબંધ ધારા કલમ -૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.