મોરબીમાં શનીવારે ક્ષત્રિય અસ્મિતા રથ સાથે મહારેલી યોજાશે: મોટી સંખ્યામાં ક્ષત્રિયો જોડાશે
મોરબી: મોરબીમાં આગામી તા.૦૪-૦૫-૨૦૨૪ ને શનીવારના રોજ મહારાણા પ્રતાપજીના સ્ટેચ્યુ થી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શનાળા શક્તિ માતાજીના મંદિર સુધી ક્ષત્રિય અસ્મિતા રથ સાથે મહારેલી યોજાશે.
મોરબી કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી મોરબીમાં આગામી તા.૦૪-૦૫-૨૦૨૪ ને શનીવારના રોજ બપોરે ૩:૩૦ કલાકે મહારાણા પ્રતાપજીના સ્ટેચ્યુ થી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શનાળા શક્તિ માતાજીના મંદિર સુધી ક્ષત્રિય અસ્મિતા રથ સાથે મહારેલીનુ આયોજન કરવામાં આવ્યું છે આ મહારેલીમાં મોરબી જીલ્લા તમામ ગ્રામ્ય અને શહેરમાં રહેતા ક્ષત્રિય સમાજના ભાઈઓ, વડીલો, અને આગેવાનોને બધા ભાઈઓને સાફા, પાઘડી, અથવા કેપ અને રજવાડી પોશાક તથા પોતાના વાહન સાથે પધારવા મોરબી કરણી સેના પ્રમુખ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમજ અન્ય સમાજના ભાઈઓને જોડાવું હોય તો તેમને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.