શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટના સહયોગથી સ્વ. સાગર ચંદુભાઈ ભાઈ વાંસજાળીયાના સ્મરણાર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ માટે રવિવારે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતી કાલે તારીખ ૨૨ ડીસેમ્બરના રવિવારના રોજ સવારના ૦૮:૦૦ થી બપોરના ૦૨:૦૦ કલાક સુધી મોરબીના એસપી રોડ પર ધ વન એપ સોસાયટી સુંદર હાઇટ ૬૦૨ માં મહારક્તદાન કેમ્પ યોજાશે. આ રક્તદાન કેમ્પમાં ભાગ લેવા ચંદુભાઈ મોહનભાઈ વાંસજાળીયા તથા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.
સમગ્ર દેશમાં ૨૧ ડિસેમ્બરની પ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસ તરીકેની ઉજવણી સાથે મોરબીમાં ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મોરબી-માળીયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની સંસ્કૃતિને વિશ્વ ક્ષેત્રે ઉજાગર કરી છે. તેમના પ્રયાસોથી ભારત...
મોરબી : મોરબીના યુવાનો માટે લશ્કરી, અર્ધ લશ્કરી તેમજ લોકરક્ષક દળ (પોલીસ)માં જોડાવવા માટે સુવર્ણ તક આવી છે. જેમાં મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ મોરબીના તમામ સમાજના યુવાનો અને યુવતીઓ માટે આગામી સમયમાં સરકાર દ્વારા લશ્કરી, અર્ધલશ્કરી તેમજ લોકરક્ષક(પોલીસ)ની જે ભરતી આવી રહી...
હળવદ તાલુકાના શકિતનગર ગામની સિમમાંથી ટ્રકમાંથી લોખંડની ચોરી કરતા બે ઇસમને કિ.રૂા.૩૫,૯૦,૦૪૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ તાલુકા પોલીસ હળવદ હાઇવે રોડ પર પેટ્રોલીંગમાં કરતી હોય ત્યારે પોલીસને મળેલ બાતમીના આધારે શકિતનગર ગામની સિમમાં કોયબા ગામ તરફ જતા રોડ પર કેનાલ પાસે રોડ ઉપર લોખંડ ચોરી...