Thursday, November 21, 2024

મોરબીમાં સફાઈ અભિયાન ઝુંબેશ અભેરાઈ પર; સિરામિક નગરી કચરા નગરીમાં ફેરવાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં સફાઈ અને ભૂગર્ભ પ્રશ્નનો હલ કરવા કલેકટર દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું જે અન્વયે 6 નાયબ મામલતદાર અને 10 ક્લાર્ક-તલાટીઓને શહેરની સફાઈ વ્યવસ્થા ઉપર ચાંપતી નજર રાખવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી. અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી શહેરને સ્વચ્છ બનાવવાની વાત કરવામાં આવી હતી. પરંતુ હાલ મોરબી શહેરમાં ઠેરઠેર કચરાના ઢગલા અને ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળે છે ત્યારે ક્યાં છે એ ધારાસભ્ય અને અધિકારીઓ જે સ્વછતાના બણગાં ફુંકાતા હતા.

મોરબી શહેરમાં ઉભરાતી ગટરો, કચરાના ગંજ અને તુટેલા રસ્તાઓ જાણે મોરબી શહેરની ઓળખ બની ગઈ છે આજે લોકો મોરબીને સિરામિક નગરીના બદલે કચરાની નગરી તરીકે ઓળખી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા મોરબી – માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા અવાર નવાર પાલીકા ખાતે મીટીંગો કરી સ્વછતાના નામે ઢીંઢોરો પીટતા અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા એવું કહેતા થોડા જ દિવસોમાં સ્વછતા અભિયાન અંતર્ગત મોરબી શહેરને કચરામાંથી મુક્ત કરાશે. અને ત્યારબાદ મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે 6 નાયબ મામલતદાર અને 10 ક્લાર્ક-તલાટીઓને શહેરની સફાઈ વ્યવસ્થા ઉપર ચાંપતી નજર રાખવાની જવાબદારી સોંપાઈ હતી અને નગરપાલિકા કર્મચારી દ્વારા સ્વચ્છતા અભિયાન ચારપાંચ દિવસ પુરૂતુ હાથ ધરવામાં આવ્યું હતું.

ત્યારબાદ મોરબીમાં સ્વચ્છતા એજ સેવા’અભિયાન અંતર્ગત મોરબીમાં બે માસ સુધી ‘સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમા દરરોજ નેતાઓ અને અધિકારીઓ જ્યાં એક તણખલું પણ કચરો ન જોવા મળે તેવી જગ્યાએ જાળુ મારી હાથમાં જાળુ રાખી મીડીયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવામાં આવતી હતી. પરંતુ કચરો હજું તેમનો તેમજ છે. સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો કરતા અને મોરબીની જનતાને ખોટા સપના દેખડાતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ખબર જ નથી કે આવુ કોઈ સ્વચ્છતા અભિયાન ચાલતું હતુ કે શું? અને જો ખબર છે તો તેમને નહી દેખાતું હોય કે મે કરેલા વાતોમાં કેટલું તથ્ય છે કેટલું કામ થયું કેમ સ્વચ્છતા ના નામે મીંડું છે મોરબીમાં.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ, લાતી પ્લોટ, મચ્છુ માતાજીના મંદિર પાસે, આસ્વાદ પાન પાસે, મણિમંદિર પાસે આવેલ ખાખરેચી દરવાજા પાસે તેમજ સાવસર પ્લોટમાં અનેક સ્થળોએ કચરાના ગંજ ખડકાઈ જતા ટ્રક ભરાય તેટલો ટન મોઢે કચરો ભરવા પાલિકાના સોલિડવેસ્ટ મેનેજમેન્ટ પાસે ટાઈમ ન હોય તેવું જણાઈ રહ્યું છે. તેમજ ક્યાં એ ધારાસભ્ય જે મોરબીને સ્વચ્છ અને આંખલા મુક્ત બનાવવાના બણગાં ફુંકાતા હતા. હાલ તો મોરબીમાં કાંતિલાલ નથી દેખાતા બાકી ખુંટીયા અને કચરા ઢગલા તો દેખાય રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે શું આવનાર દિવસોમાં ફરી સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરાશે કે પછી સિરામિક નગરી હવે કચરા નગરીમાં જ જોવા મળશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર