મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 41 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી : મોરબી લીલાપર રોડ ન્યુ પ્રજાપતિ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૪૧ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી લીલાપર રોડ પાંજરાપોળ સામે ન્યુ પ્રજાપતિ સોસાયટીમાં રહેતા આરોપી જગદીશભાઇ સામતભાઈ સાવધાર (ઉ.વ.૩૨) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪૧ કિં રૂ.૨૫,૩૧૦ નાં મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.