Thursday, October 31, 2024

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી ધરમપુર રોડ લાભનગર સામે આરોપીના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી શહેર તેમજ જિલ્લામાં દારૂની રેલમછેલ બોલી રહી છે ક્યારેક દારૂ ભરેલ ટ્રક ઝડપાઈ તો ક્યારેક ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે ત્યારે મોરબીના ધરમપુર રોડ લાભનગર સામે રહેતા આરોપી કેશુભાઈ રમેશભાઈ દેગામા (ઉ.વ.૨૮)એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૯ કિં રૂ.૫૭૦૦ તથા બીયર ટીન નંગ -૧૪૪ કિં રૂ.‌૧૪૪૦ મળી કુલ કિં રૂ. ૨૦,૧૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી કેશુભાઈ રમેશભાઈ દેગામા (ઉ.વ.૨૮)ને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક ઈસમ વિપુલભાઈ સોમાભાઈ લોદરીયા રહે. ગોપાલગઢ તા. ધાંગધ્રા જી. સુરેન્દ્રનગરવાળાનુ નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર