મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 105 બોટલો ઝડપાઈ; બે ફરાર
મોરબીના ભડીયાદ રોડ પર જવાહર સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦૫ બોટલો કિં રૂ. ૭૧,૬૦૬ નો મુદ્દામાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મોરબી સિટી બી ડીવીઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે આરોપી વિજયભાઇ સીવાભાઇ મકવાણા તથા ભરતભાઇ ધનજીભાઇ મકવાણા રહે.બંને જવાહર સોસાયટી, ભડીયાદ રોડ મોરબીવાળાઓએ પોતાના રહેણાક મકાનમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ- ૧૦૫ જેની કુલ કિ.રૂ ૭૧,૬૦૬/- નો મુદામાલ ઝડપી પાડી આરોપીઓ રેઇડ દરમ્યાન હાજર નહિ મળી આવેલ હોય જેથી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.