મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 37 બોટલ ઝડપાઇ; આરોપી ફરાર
મોરબી શહેરમાં દેશી તેમજ વિદેશી દારૂની રેલમછેલ બોલી રહી હતી ત્યારે મોરબીના વજેપર શેરી નં -૧૧ મા આરોપીના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૩૭ બોટલો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ફરાર દર્શાવી શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વેજેપર શેરી નં -૧૧ માં રહેતા આરોપી હાર્દિક ઉર્ફે મદન પ્રભુભાઇ ગજરાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ કુલ -૩૭ કિં રૂ. ૧૫,૦૫૦ નો મુદ્દામાલ કબજે કરી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીને ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.