મોરબીમાં રહેણાંક મકાનમાંથી 13 લાખથી વધુના રોકડ સહિત દાગીનાની તસ્કરી
મોરબી શહેરમાં ઘરફોડ ચોરી કરતા તસ્કરો ફરી સક્રિય થયા છે ત્યારે મોરબીના શનાળા રોડ પર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ સતેશ્વર મહાદેવ મંદિરની પાસે પ્રૌઢના રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા જેમાં રહેણાંક મકાનમાંથી કુલ રોકડા તથા દાગીના સહિત રૂ. ૧૩ ,૪૦,૦૦૦ ના મત્તામાલની ચોરી કરી નાસી ગયા હોવાની સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના પીપળીયા ગામનાં વતની અને હાલ મોરબીના શનાળા રોડ પર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ સતેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં રહેતા હસમુખભાઇ લખમણભાઇ કોઠીયા (ઉ.વ.૫૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમોએ ફરીયાદીના ભાડાના રહેણાંક મકાનમા પ્રવેશ કરી રૂમમા રાખેલ થેલામાંથી રોકડ રૂ. ૩,૨૦,૦૦૦/- તથા સોનાના દાગીના વજન આશરે.૧૪ તોલા ૭ ગ્રામ કિ.રૂ.૧૦,૨૦૦૦૦/- મળી કુલ રૂ. ૧૩, ૪૦૦૦૦/- (તેર લાખ ચાલીસ હજાર)ના મુદામાલની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.