મોરબીમાં રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 4.35 લાખના મુદ્દામાલની ચોરી
મોરબી શહેરમાં ચોરી લુંટ ધાડ જેવી ઘટનાઓ પ્રકાશમાં અવારનવાર આવે છે ત્યારે જાણે તસ્કરોને પોલીસનો ભય રહ્યો નથી. તેમ મોરબીમાં ચોરીઓની થઈ રહી છે ત્યારે મોરબીના વાઘપરામા રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ કિં રૂ. ૪,૩૫,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરા શેરી નં -૦૮મા રહેતા રવીભાઈ મોરારજીભાઈ કંઝારીયા (ઉ.વ.૩૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમોએ ફરીયાદીના રહેણાંક મકાનમા પ્રવેશ કરી દરવાજાના તાળા તોડી મકાનમા પ્રવેશ કરી રૂમના કબાટનો લોક તોડી રોકડ રૂપીયા.૨૯૦,૦૦૦/- તથા સોના ચાંદીના દાગીના કિ.રૂ.૧, ૪૫૦૦૦/- ના મળી કુલ રૂ.૪, ૩૫,૦૦૦/-ની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.