મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 368 બોટલો ઝડપાઈ
મોરબીના લિલાપર રોડ પર એક રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -368 કિં રૂ. 2,06,816 નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા બે શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને સંયુક્તમા બાતમી મળેલ કે મોમભાઇ પરબતભાઇ સાવધાર તથા હિરાભાઇ પરબતભાઇ સાવધાર રહે.બંને મોરબી લીલાપર રોડ ન્યુ પ્રજાપત સોસાયટી વાળા પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમા ઈંગ્લીશ દારૂની બોટલો રાખી વેચાણ કરે છે.જે બાતમીના આધારે રેઈડ કરતા મકાને કોઇ ઇસમ હાજર મળી આવેલ નહી તેમજ મકાનમાંથી ઇગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૩૬૮ કિ.રૂ.૨,૦૬, ૮૧૬/-નો મુદામાલ મળી આવતા તેમજ આરોપીઓ રેઈડ દરમ્યાન હાજર નહી મળી આવતા બંને ઈસમો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.