મોરબીમાં પ્રેમ સંબંધનો ખાર રાખી યુવક પર દંપતીનો તલવાર વડે હુમલો
મોરબી: મોરબી જીલ્લામા અવાર નવાર પ્રેમ સંબંધના કારણે ઝઘડા તથા હોવાનુ સામે આવી રહ્યું છે હજુ એક દિવસ પહેલા જ પ્રેમ સંબંધનો ખાર રાખી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો છે ત્યારે મોરબી શહેરમાં પ્રેમ સંબંધનો બીજો બનાવ સામે આવ્યો છે જેમાં પ્રેમ સંબંધનો ખાર રાખી યુવક પર દંપતીએ તલવાર વડે હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લાયન્સનગર સેન્ટમેરી સ્કુલ પાછળ રહેતા સુલ્તાનભાઈ પ્યારઅલીભાઈ જેસાણી (ઉ.વ.૩૭) એ આરોપી રાણાભાઈ વેગડ તથા તેના પત્નિ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીની પત્ની સાથે છેલ્લા ત્રણ ચાર મહિનાથી પ્રેમ સંબંધ હોય અને બંને એકાંતમાં મળતા હોય અને એકાંતમાં મળતા હોય અને વાતો ચીતો કરતા હોય જે બાબતની આરોપીને જાણ થતા બંને આરોપી દંપતીએ પોતાના ઘર પાસે ફરીયાદી વિશે બીજા માણસો સાંભળે તેમ મોટે મોટેથી ગાળો આપી બદનામ કરતા હોય તે બાબતે ફરીયાદીને જાણ થતાં ફરીયાદી એ આરોપીઓને શા માટે બદનામ કરો છો તેમ કહેતાં આરોપી રાણાભાઇ ઉશ્કેરાઇ જઇ ઘરમાંથી તલવાર લાવતા આરોપી રાણાભાઇની પત્નીએ ફરીયાદિને પાછળથી પકડી રાખતા આરોપી રાણાભાઇએ તલવાર વડે ઘા કરતા આંગળી કપાઈ જતા ગંભીર ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.