મોરબીમાં પ્રેમ સંબંધનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકના ઘરનો સરસમાન સળગાવી દિધો
મોરબી: વાંકાનેર પંથકમાં રહેતી યુવતીને યુવક ભગાડી લઈ ગયેલ હોય અને બાદમાં બંને પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલ હોય અને યુવતી પોતાના પરિવાર સાથે ઘરે જતી રહેલ હોય તેમ છતા પ્રેમ સંબંધનો ખાર રાખી યુવતીના ભાઈ સહિત ચાર શખ્સો યુવકનાં ઘરે મોરબી જઈ યુવકના ઘરની ઘરવખરીનો રૂ. ૬૦,૦૦૦નો સરસામાન સળગાવી દઈ ફોન પર યુવકના પિતાજીને આખા પરિવારને સળગાવી દેવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતા રાજેશભાઈ ડાયાલાલ ચાવડાએ (ઉ.વ.૫૧) એ વાંકાનેર પંથકમાં રહેતા ચાર શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનો દિકરો આરોપીની બહેનને ભગાડી લઈ ગયેલ હોય બાદ પાછા પરત વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલ હોય જેથી ફરીયાદી પોતાના પરીવાર સાથે વાંકાનેર પોલીસ સ્ટેશન ગયેલ હોય તેમજ આરોપીની બહેન પોતાના પરીવાર સાથે પાછી તેના ઘરે જતી રહેલ હોય તેમ છતા આરોપી ચાર ઈસમો સાથે મોરબી આવી જે બાબતનો ખાર રાખી ફરીયાદીના ઘરની ફ્રિજ, ટીવી, કબાટ, સેટી પલંગ ગાદલા ગોદળા તથા ઘરવખરીનો તમામ સરસમાન સળગાવી આશરે રૂ.૬૦,૦૦૦/- નુકસાની કરી તેમજ ફોન ઉપર આખા પરીવારને સળગાવી દેવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.