Saturday, December 28, 2024

મોરબીમાં પોસ્ટ ઓફિસથી કલેકટર ઓફિસના રોડ માટે વૈકલ્પિક રસ્તો જાહેર કરાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી નગરપાલિકા દ્વારા પોસ્ટ ઓફિસથી કલેકટર ઓફિસના રોડને રિસરફેસિંગ કામ કરવા માટે આ રોડ પરના વાહન વ્યવહારને ડાયવર્ઝન આપવા અંગેની રજૂઆત સામે આવી છે. આ રોડ ફોરલેન હોય જેમાં એક સાઈડ પહેલા રોડનું કામ કરવું અને એક સાઈડનું કામ પૂર્ણ થયા બાદ જ બીજી સાઈડનું કામ ચાલુ કરવામાં આવે તે રીતે બે ભાગમાં સ્ટેપ બાય સ્ટેપ રોડ બનાવવા માટે વ્યવસ્થાના ભાગરૂપે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જેને ધ્યાનમાં રાખતા જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી, મોરબી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ- ૩૩ (૧) બી અન્વયે તેમને મળેલ સતાની રૂઇએ પોસ્ટ ઓફિસથી કલેકટર ઓફિસનો રોડ ફોરલેન હોય છે, જેમાં એક સાઈડ પહેલા રોડનું કામ કરવું અને એક સાઈડનું કામ પૂર્ણ થયા બાદ જ બીજી સાઈડનું કામ ચાલુ કરવામાં આવે તે રીતે બે ભાગમાં સ્ટેપ બાય સ્ટેપ રોડ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે સાઈડ રોડ બનાવવાની કામગીરી ચાલુમાં તે સાઈડ વાહનોની અવર જવર કરવા પર આગામી તારીખ ૦૫/૦૧/૨૦૨૫ સુધી અથવા તો કામગીરી વહેલી પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

વૈકલ્પિક રોડ તરીકે પોસ્ટ ઓફિસથી કલેકટર ઓફિસનો રોડ ફોરલેન હોવાથી સાઈડ રોડ બનાવવાની કામગીરી ચાલુ ન હોય તે રોડનો ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ- ૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર