મોરબીમાં પઠાણી ઉઘરાણી કરતા ૨૨ જેટલા વ્યાજખોરો પર ફરીયાદ
કાપડના વેપારીએ રૂપિયા વ્યાજે લીધા બાદ કોરા ચેક, પ્રોમીસરી નોટ, મકાનનો દસ્તાવેજ તેમજ વાહનની આરસી બુક બળજબરી પૂર્વક પડાવી લીધી હતી
મોરબી: મોરબીમાં વ્યાજખોરોએ માજા મુક્યા છે પોલીસ જાણે વ્યાજખોરોના ખીચામા હોય તેવી રીતે બેફામ બની રહ્યા છે. થોડા દિવસ પહેલા બાવીસ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો ત્યારે ફરી એક વખત વ્યાજખોરોએ એક યુવકને વ્યાજ રૂપીયા આપેલ હોય જે રૂપિયા આપી દીધા હોવા છતાં વ્યાજખોરોએ કોરા ચેક તથા પ્રોમીસરી નોટ તથા લખાણ લખાવી લઇ યુવકના મકાન પડાવી લઈ વ્યાજખોરોએ વધુ રૂપિયા પડાવવા પઠાણી ઉઘરાણી કરી ટાંટીયા ભાગી નાંખવાની ધમકી આપી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે બાવીસ વ્યાજખોરો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસ ક્યાંરે વ્યાજખોરો પર કમર કશશે તે જોવુ રહ્યુ.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ધુનડા રોડ પર શિવમ પેલેસમાં રહેતા નીલ ભૂપતરાય પોપટે મોરબી એ ડીવીઝન પોલીસમાં આરોપી હિરેનભાઈ જીતેન્દ્રભાઈ પોપટ રહે રાજકોટ, કૈલાશભાઈ સોમૈયા રહે-રાજકોટ, યુંનુશભાઈ સુમરા રહે-મોરબી, રવિભાઈ આહીર રહે-વસંત પ્લોટ મોરબી, કુશલ ભલા,હાર્દિકભાઈ મકવાણા રહે-મોચી શેરી ગ્રીન ચોક મોરબી, રાજુભાઈ ડાંગર રહે-શક્તિ પ્લોટ મોરબી, રામદેવસિંહ જાડેજા રહે-કુબેરનગર મોરબી, સનીભાઈ રહે મોરબી, ઓફીસ કુબેરનગર ટોકીઝ પાસે મોરબી, અલ્કેશભાઈ કોટક રહે-ખંભાળીયા, ભાવેશભાઈ શેઠ રહે-વર્ધમાન સોસાયટી મોરબી, નવીનભાઈ માખીજા રહે-બુઢા બાવાની શેરી, મોસીનભાઈ માકડિયા રહે-સિપાઈવાસ મોરબી, કાનાભાઈ ડાંગર રહે-મોરબી, ઓફીસ રવાપર રોડ મોરબી, મહેશભાઈ બારેજીયા રહે-દર્પણ સોસાયટી મોરબી, ભરતભાઈ કોટેચા રહે-વસંત પ્લોટ મોરબી, પરેશભાઈ કચોરીયા રહે-દાઉદી પ્લોટ મોરબી, કેતનભાઈ પટેલ રહે-શિવમ પેલેસ રવાપર રોડ મોરબી, અશ્વિનસિંહ ઝાલા રહે-રવાપર રોડ મોરબી, દેવાંગભાઈ રહે-મોરબી, નીલેશભાઈ કેસરિયા રહે- મોરબી અને સમીરભાઈ વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે કે ફરિયાદી નીલભાઈ વસંત પ્લોટ ખાતે લાભ ટ્રેડસ નામથી કપડાનો વ્યવસાય કરે છે અને તેને ધંધામાં રૂપિયાની જરૂર પડતા આશરે આઠેક વર્ષ પહેલા તેના મિત્ર હિરેનભાઈ પોપટ મારફત કૈલાશભાઈ સોમૈયા પાસેથી ૨૫,૦૦,૦૦૦ હિરેનભાઈની દુકાન લાડલી ગારમેન્ટમાં અઢી ટકા વ્યાજે, યુનુસભાઈ સુમરા પાસેથી ૩૦ ટકા વ્યાજે ૫,૫૦,૦૦૦, રવિ આહીર પાસેથી ૪૫ ટકા વ્યાજે 3,૦૦,૦૦૦, કુશલ ભલા પાસેથી ૩૦ ટકા વ્યાજે ૧,૦૦,૦૦૦, હાર્દિક મકવાણા પાસેથી ૪૦ ટકા વ્યાજે ૫૦,૦૦૦, રાજુભાઈ ડાંગર પાસેથી ૭ ટકા વ્યાજે ૨,૦૦,૦૦૦, રામદેવસિંહ જાડેજા પાસેથી ૮ ટકા વ્યાજે ૫,૦૦,૦૦૦, સનીભાઈ પાસેથી ૪ ટકા વ્યાજે 3,૫૦,૦૦૦, અલ્કેશભાઈ કોટક પાસેથી ૧૦ ટકા વ્યાજે 3,૦૦,૦૦૦, ભાવેશભાઈ શેઠ પાસેથી ૧.૫ ટકા વ્યાજે ૪,૫૦,૦૦૦, નવીનભાઈ માખીજા પાસેથી 3 ટકા વ્યાજે ૨૦,૦૦,૦૦૦, મોસીનભાઈ માંકડિયા પાસેથી ૧૦ ટકા વ્યાજે ૫,૦૦,૦૦૦, કાનાભાઈ ડાંગર પાસેથી ૪ ટકા વ્યાજે ૪,૫૦,૦૦૦, મહેશભાઈ બારેજીયા પાસેથી ૨ ટકા વ્યાજે ૬,૫૦,૦૦૦, ભરતભાઈ કોટેચા પાસેથી ૨ ટકા વ્યાજે ૫,૦૦,૦૦૦, પરેશભાઈ કચોરીયા પાસેથી ત્રણ ટકા વ્યાજે ૧૨,૦૦,૦૦૦, કેતનભાઈ પટેલ પાસેથી ૭.૫ ટકા વ્યાજે ૧૬,૫૦,૦૦૦, મહેશભાઈ ચારોલા પાસેથી ૨ ટકા વ્યાજે ૩૦,૦૦,૦૦૦, અશ્વિનસિંહ ઝાલા પાસેથી ૪.૫ ટકા વ્યાજે ૭,૦૦,૦૦૦ , નીલેશભાઈ કેસરિયા પાસેથી ૨ ટકા વ્યાજે 3,૦૦,૦૦૦, હિરેનભાઈ પોપટ મારફત દેવાંગભાઈ પાસેથી ૨,૦૦,૦૦૦ જે દરરોજના ૬૦૦ રૂપિયા વ્યાજ લેખે અને સમીરભાઈ પાસેથી ૪.૫ ટકા વ્યાજે ૨,૫૦,૦૦૦ વ્યાજે લીધેલા હતા. જે આરોપીઓએ ફરિયાદી નીલ પાસેથી અલગ અલગ સમયે વ્યાજની પઠાણી ઉધરાણી કરી સહી વાળા કોરા ચેક, પ્રોમીસરી નોટ તથા લખાણ લખવી, મકાનનો દસ્તાવેજ બળજબરી પૂર્વક કરાવી લઇ તેમજ વાહનની આર સી બુક બળજબરી પૂર્વક લઇ લીધેલ હોય અને વધુ રૂપિયાની અવારનવાર પઠાણી ઉધરાણી કરી ટાટીયા ભાંગી નાખવાની ધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધાઈ વધુ તપાસ હાથ ધરી છે.