મોરબીમાં પઠાણી ઉઘરાણી કરનાર આઠ વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
મોરબી શહેરમાં રહેતા યુવક તથા તેના પિતાએ અલગ અલગ સમયે અને અલગ અલગ જગ્યાએ આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લિધેલ હોય જેનું ઉંચુ વ્યાજ તથા મુળ રકમ ચૂકતે નહી કરી શકતા વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ગૌરાંગ શેરી પારેખ શેરી પ્રતિભા એપાર્ટમેન્ટમાં -૨૦૧ માં રહેતા ઉમંગભાઈ બિમલભાઈ મકવાણા (ઉ.વ.૨૧) એ આરોપી પ્રકાશભાઇ ઉર્ફે બાબુભાઇ મનસુખભાઇ રાઠોડ, તુફેલ અલીભાઇ ગલરીયા, અનિરૂધ્ધસિંહ ઉર્ફે કાળો જામભા જાડેજા, હસન અલી બ્લોચ, હીરાભાઇ દેવસીભાઇ રબારી, જુબેર અલીભાઇ ગલરીયા, ભાવીક વિમલભાઇ સેજપાલ, ઇન્દ્રજીત ગજેન્દ્રસિંહ ઝાલા રહે બધા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ તથા ફરીયાદિના પિતાએ આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે વ્યાજે રૂપીયા લીધેલ હોય જેનુ ઉચુ વ્યાજ તથા મુળ રકમ ચુકતે ન કરી શકતા આરોપીઓએ ફરીયાદી તથા ફરીયાદીના ભાઇ તથા પિતા પાસે પઠાણી ઉઘરાણી કરી તેમજ ફરીયાદીના ભાઇના જીવને જોખમમા નાખીને ફરીયાદી પાસેથી રૂપીયા લઇ લીધેલ હોય તેમજ ફરીયાદી પાસેથી આરોપીઓએ એકટીવા નંગ- ૦૩ તથા એક સ્વીફટ કાર (૦૧) લઇ લીધેલ હોય તેમજ ફરીયાદી તથા સાહેદોને ભુંડી ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી ચેક રિટર્ન કરાવી કેસ કરવાની ધમકીઓ આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.