Friday, November 15, 2024

મોરબીમા પરસોતમ રૂપાલાએ ગજવી સભા; 4 કિં.મી.ની રેલી યોજી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સભામાં ઉઘોગપતિ અને ભાજપના કાર્યકરો રહ્યા મોટી સંખ્યામા ઉપસ્થિત

મોરબી: મોરબીમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના પ્રવાસ દરમિયાન 4 કિં.મી. રેલી યોજી હતી. રેલીમાં બહોળી સંખ્યામાં સિરામિક ઉદ્યોગપતિ અને ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. અને મોરબી સિરામિક પરિવાર દ્વારા રૂપાલાનો સન્માન સમારોહ યોજાયો હતો. તેમજ એક મંચ પર મોટા ગજાના નેતા જોવા મળ્યા હતા.

ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા રાજકોટ ખાતે એક કાર્યક્રમમાં રાજપૂત સમાજની બહેન બેટી વિશે વાણી વિલાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ રાજપૂત સમાજની લાગણી દુભાતા રૂપાલાનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગઈ કાલના રોજ રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું જેમાં બહોળી સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજ મોરબીમાં રૂપાલાનો આજે સાંજના પ્રવાસ હતો પરંતુ તે પહેલાં મોરબીના કેટલાક વિસ્તારોમાં રૂપાલાના પોસ્ટર ફાડી નાખ્યાં હતાં તો કેટલીક જગ્યાએ રૂપાલાના પોસ્ટર પર કાળી શાહી લાગાવી દેવામાં આવી હતી. ત્યારે આજે મોરબીમાં ક્ષત્રિય સમાજ અને કરણી સેનાના આગેવાનોને ભાજપના ઇશારે પોલીસ દ્વારા વહેલી સવારથી જ નજર કેદ કરવામાં આવ્યા છે. અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. 6 ડીવાયએસપી, 12 પીઆઇ, 30 પીએસઆઇ અને 400 પોલીસ જવાનો આ રેલીમાં ખડેપગે રહ્યા હતા. આ માટે રાજકોટ રૂરલ, સુરેન્દ્રનગર અને જામનગરથી પણ પોલીસ સ્ટાફ બોલવાયો હતો.

ઉલ્લેખનીય છે કે મોરબીમાં આજે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ભવ્ય પ્રચાર હાથ ધર્યો છે. જેમાં આજે તેઓએ શનાળા ખાતે શક્તિમાંના દર્શન કરી ઉમિયા સર્કલથી લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટ સુધી રેલી યોજી હતી. આ રેલીમાં રૂપાલા આગળ બંધ કારમાં બેઠા હતા. જ્યારે પાછળ ખુલ્લી જીપમાં ત્રણેય ધારાસભ્યો અને જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ગોવિંદભાઇ વરમોરા ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં બાઇક અને કાર ઉપર કાર્યકર્તાઓ જોડાયા હતા. આ રેલીમાં 32 સ્થળો ઉપર પરસોત્તમ રૂપાલાનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સભામાં રાજકોટ લોકસભા ઉમેદવાર પરસોતમ રૂપાલા, સુરેન્દ્રનગર ઉમેદવાર ચંદુભાઈ શિહોરા, રાજ્ય સભા સાંસદ રામ મોકરિયા, રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, મોહન કુંડારિયા સહિતના મોરબી જિલ્લાના ધારાસભ્યો જોડાયા હતા. તેમજ મોરબી સિરામિક પરિવાર દ્વારા મોરબીના ક્લાસિક પાર્ટી પ્લોટમાં રૂપાલાનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સિરામિક ઉદ્યોગપતિ અને ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સભામાં પરસોતમ રૂપાલાએ સભા ગજાવતા જણાવ્યું હતું કે ચાઈનાના કોઈ દેશ પડકારી શકતુ નથી અત્યારે ચાઈનાની હરીફાઈ ભારત તો કરે છે પણ મોરબી પણ હરીફાઈ કરે છે. અને સરકાર દ્વારા સિરામિક માટે કરેલ કામો વર્ણાવ્યા હતા. તેમજ વધુમા જણાવ્યુ હતુ કે ૨૦૧૪ માં ૫૦ બેન્ક આઈ.બી.આઇના ઓબજવરમા હતી અને બે લાખ કરોડના માઈન્સમા દેશની બેન્કો ચાલતી હતી અને જો ૨૦૧૪ મા નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન બન્યા હોત તો આ જે દેશની પરિસ્થિતિ પાકિસ્તાન કરતા ખરાબ હોત.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર