Tuesday, December 24, 2024

મોરબીમાં પરશુરામ પોટરી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના સામાકાંઠે પરશુરામ પોટરી મેદાનમાં આવેલ હનુમાનજીના મંદિર પાસે ખુલ્લા પ્લોટમાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે બે ઈસમોને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે ઇસમો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે પરશુરામ પોટરી મેદાનમાં આવેલ હનુમાનજીના મંદિર પાસે ખુલ્લા પ્લોટમાં જાહેરમાં ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા સંદિપભાઈ બેચરભાઈ ચાંવ (ઉ.વ.૩૧) રહે. વરીયાનગર શેરી નં -૦૮, ચોયડી, મોરબી તથા કિશનભાઇ ભુપતભાઇ ગાંધી (ઉ.વ‌.૩૦) રહે. ગ્રીન ચોક, રામજીયાની શેરી મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ. ૧૩૯૫ તથા મોબાઇલ ફોન નંગ -૦૨ કિં રૂ.૧૦,૦૦૦ તથા વાહન નંગ -૦૨ કિં રૂ.૭૦,૦૦૦ તથા રોકડ રકમ રૂ. ૬૨૧૦ મળી કુલ કિં રૂ. ૮૭૬૦૫ ના મુદ્દામાલ સાથે મળી આવતા બંને આરોપીઓને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય બે શખ્સો જયદીપભાઈ ઉર્ફે જયુ બેચરભાઈ ચાંવ રહે. મોરબી તથા દારૂની સપ્લાય કરનાર આરોપી મુબારકભાઈ રહે. ધાંગધ્રા જી. સુરેન્દ્રનગરવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર