મોરબીમાં પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી: મોરબી આલાપ સોસાયટી બાજુમાં સાયંટીફિક વાડી રોડ શ્રીરામ એપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મમતાબેન ચિરાગભાઈ બાવરવા (ઉ.વ.૩૦) રહે. આલાપ સોસાયટી બાજુમાં સાયંટીફિક વાડી રોડ શ્રીરામ એપાર્ટમેન્ટ ત્રીજો માળે તા.જી.મોરબી વાળી જગ્યાએ પોતાની જાતે કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જવાથી સારવાર સારૂમોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.