મોરબીમાં પૈસા આપવાની ના પાડતાં પુત્રએ પિતાને માર માર્યો
મોરબી: મોરબીમા પિતાએ રૂપિયા આપવાની ના પુત્રએ પિતાને જેમફાવે તેમ ગાળો આપી મુંઢમાર મારી તેની સાહેદ રંજનબહેનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ કારીયા સોસાયટી શંકરના મંદિર પાછળ રહેતા માઈકબેન મેઘાભાઈ જુવા (ઉ.વ.૫૦) એ તેના જ પુત્ર આરોપી અજીત મેઘાભા જુવા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૮-૦૫-૨૦૨૪ ના રોજ આરોપી ફરીયાદિના દિકરા થતા હોય અને ફરીયાદિ પાસે આવી રૂપીયા માંગતા ફરીયાદિએ રૂપીયા આપવાની ના પાડતા આરોપી જેમફાવે તેમ ભુંડીગાળો બોલવા લાગેલ જેથી મેઘાભાએ ગાળો બોલવાની ના પાડતા મેઘાભા સાથે જપાજપી કરી ઢીકાપાટુનો મુંઢમાર મારી લાકડાના ધોકા વતી પગમા માર મારી ઇજા કરી ફરીયાદિ તથા મેઘાભા તથા સાહેદ રંજનબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર માકઈબેને આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.