મોરબીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં સગીરનું મોત
મોરબી: મોરબીના રવાપર એસ.પી. રોડ સીલ્વર હાઇટની બાજુમાં ગોલ્ડનહાઇટ-એ ના પાંચમા માળેથી નીચે પડી જતા સગીરનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ કરમસિંહ નવલસિંહ બામનીયા (ઉ.વ.૧૬) રહે. પલ એવન્યુ એપાર્ટમેન્ટ, ઘુનડા રોડ ઝુંપડામાં તા.જી. મોરબી મૂળ રહે મધ્યપ્રદેશવાળો રવાપર એસ.પી. રોડ સીલ્વર હાઇટની બાજુમાં ગોલ્ડનહાઇટ-એમાં પોતાના ઘરના સભ્યોને જમવાનું આપવા આવેલ ત્યારે પાંચમા માળના લિફ્ટ ગાળાથી અકસ્માતે પગ લપસી જતાં નીચે નીચે પડી જતા શરીરે ઈજા પહોંચતા કરમસિંહ નામના સગીરનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.