મોરબીમાં વધુ એક સ્પા મસાજ પાર્લરના સંચાલક સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી
મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસની બાજુમાં વિકાસ શોપિંગમા સેન્ટરમા બીજા માળે સન્મુન સ્પા મસાજ પાર્લરમા કામ કરતી મહિલાની માહિતી સંબંધીત પોલીસ સ્ટેશનમાં ન આપતા સ્પા સંચાલક સામે ગુન્હો નોંધી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરેલ જાહેરનામા અનુસંધાને સીટી બી ડિવિઝન પોલીસ ટીમ શહેરના અલગ અલગ સ્પા પાર્લરમાં ચેકીંગ કામગીરીમાં હોય તે દરમિયાન મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસની બાજુમાં વિકાસ શોપિંગ સેન્ટરમા બીજા માળે સન્મુન સ્પા મસાજ પાર્લરમા કામ કરતી મહિલાની માહિતી સંબંધીત પોલીસ સ્ટેશનમાં નહી આપી જાહેરનામાનો ભંગ કરતા સનમુન સ્પાના સંચાલક ભાવેશભાઈ સદાશીવભાઈ ખામકાર (ઉ.વ.૩૦) રહે. સર્કીટ હાઉસ ની બાજુમાં વિકાસ શોપિંગ સેન્ટર મહેન્દ્રનગર રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.