મોરબીમાં વૃદ્ધને ખોટી ઓળખ આપી નાણાકીય છેતરપીંડી કરી હનીટ્રેપમા ફસાવી દેવાની ધમકી
મોરબી શહેરમાં છેતરપીંડીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં એક શખ્સે વૃદ્ધને ખોટી ઓળખ આપી પોતે સરકારી અધિકારી હોવાની ઓળખ આપી વૃદ્ધને દુકાનનો દસ્તાવેજ કરી આપવાની લાલચ આપી સાત લાખ જેવા રૂપીયા પડાવી છેતરપિંડી કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉમીયા ચોક હરીહર-૨ માં રહેતા નરભેરામભાઈ ભીમજીભાઈ મસોતે આરોપી ગુણવંતભાઈ ગીરધરલાલ વડગામા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી આજથી ત્રણ વર્ષ પહેલા જમીનના ૭/૧૨ કાગળ કઢાવવા ગયેલ ત્યારે સેવા સદન લાલબાગ ખાતે ગુણવંતભાઈ વડગામા સાથે પરિચય થયો હતો. ગુણવંતભાઈએ ફરીયાદીને સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખ આપેલ અને કોઈ કામ હોય તો કે જણાવા કહેલ જેથી ફરીયાદીએ ત્રાજપર પંચાયત દ્વારા મળેલ ભાડે દુકાન આરોપીના કહેવાથી ફરીયાદીને કાયમી દસ્તાવેજ થઈ જાશે તેવુ જણાવ્યું હતું તથા કલેકટરના અધિકારીઓ તેના ભાગીદાર છે તેમ કહી ફરીયાદી પાસેથી આરોપીએ એક લાખ રૂપિયા રોકડા લીધા હતા અને ત્યારબાદ આરોપી દ્વારા માપણીવાળા મોકલેલ અને હજુ પણ વધુ રૂપિયા લાગશે તેમ જણાવ્યું હતું.
૨૫ દિવસ બાદ આરોપીએ ફરીયાદીને સીટી સિરામિક સામેનો ખરાબો ફાળવવાનુ કહી ફરીયાદીના નામથી રૂપીયા ભરેલ પોહચનો ફોટો મોકલી આરોપીએ ફરીયાદી પાસેથી ૬,૫૦,૦૦૦ રૂપિયા રોકડા લીધેલ.તેમજ આરોપીએ અન્ય વ્યક્તિને બનાવટી ગનનુ લાયસન્સ આપી ૫૦,૦૦૦ પડાવ્યા હતા. તેથી આરોપી સાથે સરકારી અધિકારીઓ પણ સંડોવાયેલા હોય તેવું લાગી રહ્યું છે.
જ્યારે આરોપીએ ફરીયાદીને કોટક મહિન્દ્રા બેન્કનો બે લાખનો ચેક પણ ખોટો આપ્યો હતો અને રૂપિયાની ઉઘરાણી કરવા જ્યારે ફરીયાદી આરોપીના ઘરે ગયા ત્યારે તેમની પત્નીના બળાત્કારના કેસમાં અને હનીટ્રેપમા ફસાવી દેવાની ધમકી આપી હતી. ફરીયાદી એ જણાવ્યું હતું કે મોરબીના અનેક લોકો સાથે છેતરપિંડી કરી આરોપીએ રૂપિયા પડાવી લીધા છે અને રાતોરાત અમદાવાદ ભાગી ગયેલ છે જથી આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી છે.