મોરબીમાં આધેડને બે શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબીના લીલાપર રોડ પર આવેલ નીલકમલ સોસાયટીમાં આરોપીના ઘરનું કલર કામ ચાલુ હોય જે કલરના છાંટા આધેડના એક્ટીવામા ઉડેલ જે બાબતે આધેડે આરોપી સાથે વાત કરતા આરોપીઓએ આધેડને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પર આવેલ નિલકમલ સોસાયટીમાં રહેતા અજયભાઈ ખેંગારભાઈ સોલંકી (ઉ.વ.૪૮) એ આરોપી નરેશભાઈ રહે. નીલકમલ સોસાયટી મોરબી તથા એક અજાણ્યો ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી નરેશભાઈના ઘરનું કલરકામ ચાલુ હોય જે કલરના છાંટા ફરીયાદીના એક્ટીવામા ઉડેલ હોય જે બાબતે ફરીયાદીએ આરોપીને સાથે વાત કરતા આરોપીએ ફરીયાદીને ગાળો આપી ઝપાઝપી કરી ઢીકાપાટુનો મારમારી તથા આરોપી અજાણ્યા ઈસમે ફરીયાદીના માથામાં મારી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.