Saturday, February 1, 2025

મોરબીમાં એક વ્યક્તિ પર એક શખ્સોનો છરી વડે હુમલો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી માધાપર શેરી નં -૨૨ નાકા વાળી મેલડી માતાજીના મંદિર પાસે આરોપીએ મહિલાના સસરાને ગાળો ન બોલવા મહિલાના જેઠ જણાવતા આરોપી આવેશમાં આવી મહિલાના જેઠને મુંઢમાર મારી છરી વડે ઈજા પહોંચાડી આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ મીરા પાર્ક ક્રિષ્ના પાન શેરી નં -૦૨મા રહેતા ગાયત્રીબેન વિશાલભાઈ મારૂ (ઉ.વ.૨૬) એ આરોપી રાજુભાઇ સવાભાઈ પીપળીયા રહે. મોરબી માધાપર શેરી -૨૨ નાકા વાળી મેલડી માતાના મંદિર પાસે તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૩-૦૩-૨૦૨૪ રાતના પોણા નવેક વાગ્યાના અરસામાં ફરીયાદીએ આરોપીએ ફરીયાદીના સસરાને ગાળો ન બોલવા ફરીયાદીના જેઠે જણાવતા આરોપી આવેશમાં આવી જઈ ફરીયાદીના જેઠને ગાળો-ભુડા બોલી ઢીંકા-પાટુનો મુંઢમાર મારી આરોપી પાસે રહેલ છરી વતી એક ઘા સાથળમાં મારી લોહિયાળ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર ગાયત્રીબેને આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર