મોરબીમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયાં
મોરબીના વીસીપરા રણછોડનગરમા શાંતીવન સ્કૂલ પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વીસીપરા રણછોડનગરમા શાંતીવન સ્કૂલ પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમો દેવરજભાઈ હરેશભાઈ ચાવડા (ઉ.વ.૧૮) રહે. નવી પીપળી તા.જી. મોરબી તથા જાવેદભાઈ ઇકબાલભાઇ મોવર (ઉ.વ.૧૯) રહે. રણછોડનગર મોરબીવાળા ને રોકડ રકમ રૂ. ૪૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.