મોરબીમાં નેતાઓના નામે નોકરીની લાલચ આપી છેતરપીંડી?
મોરબીમાં સોશિયલ મીડિયા પર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના નામે નોકરીની લાલચ આપતા ફોટા બનાવી ને લોકોને છેતરવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાયો છે.ઘરે થી બેઠા બેઠા કામગીરી કરી શકે તેવા લોકોની જરૂર હોય તેવું કરવામાં આવ્યું છે લખાણ.
મળતી માહિતી મુજબ મોરબીમાં છેતરપીંડીનો નવો કિમીયો સામે આવી રહ્યો છે જેમાં સોશિયલ મીડિયા પર અનેક ફેક એકાઉન્ટ બનાવી નેતાઓના નામનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને મોરબી માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરી નીચે ધંધા રોજગારની લોભામણી જાહેરાતો જોવા મળી રહી છે. એક તરફ તંત્ર દ્વારા સાયબર ક્રાઇમ અટકાવવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયા મારફતે એકાઉન્ટ હેક કરી ફોટાઓનો દૂર ઉપયોગ કરવાની ઘટનાઓ વધી રહી છે તેમા આજે ભાજપના બે સિનિયર નેતાઓના ફોટાનો દુર ઉપયોગ થયો હોવાની વાત સામે આવી રહી છે.