મોરબીના શનાળા રોડ પર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝામા પાંચમા માળે નેકસેસ લકઝરીયર્સ સ્પાની આડમાં ચાલતું કુટણખાનુ પકડી પાડી સ્પા સંચાલક સહિત બે ઈસમોની મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસને બાતમી મળેલ કે મહેશ હોટલની બાજુમા આવેલ ધર્મન્દ્ર પ્લાઝામા આવેલ નેકસસ લકઝરીયર્સ નામના સ્પા.ના સંચાલક જયદીપભાઇ હમીરભાઇ મકવાણા રહે.મોરબી ઉમા ટાઉનશીપ પાછળ તથા નિશ્ચલભાઇ મહેશભાઈ ભીમાણી રહે. મોરબી શનાળારોડ સ્કાયમોલની સામે રામનગર વાળાઓ પોતાના સ્પામા બહારથી ગ્રાહકો બોલાવી તેઓને (બોડી મશાજ) ના ઓઠાતળે લલનાઓ સાથે શરીર સુખ માણવા માટે સવલતો પુરી પાડીને કુટણખાનુ ચલાવે તેવી બાતમીના આધારે રેઇડ કરતા આરોપી સ્પા માથી મળી આવેલ હોય તેમજ અલગ અલગ રાજ્યમાંથી મસાજનુ કામ કરવા આવેલ આઠ યુવતીઓ મળી આવેલ હતી તેમજ સ્થળ ઉપર થી રોકડા રૂ.૨૦૫૦૦/- તથા પાંચ મોબાઇલ ફોન કિ.રૂ.૧,૧૫૦૦૦/-કરી આરોપીઓ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧),૪,૫(૧)(એ)(ડી),૬(૧)(બી), ની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
મોરબી મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર એપ્રેન્ટીસોની જગ્યાની ભરતી કરવા માટે વોક-ઇન-ઇન્ટરવ્યુનું આયોજન મોરબી મહાનગરપાલિકા કચેરી, મોરબી શહેર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારોને હાજર રહેવા અંગે જાણ કરવામાં આવે છે.
જેમાં કોમ્પ્યુટર ઓપરેટર (કોપા) ની ૮ જગ્યાઓ માટે આઈ.ટી.આઈ. પાસ આઉટ ઉમેદવારો માટે અને બેન્ક...
મોરબી મહાનગરપાલિકાની રખડતા ઢોર અંકુશ શાખા દ્વારા હાલમાં મોરબી શહેરી વિસ્તારમાંથી ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે તારીખ ૦૧/૦૨/૨૦૨૫ થી ૦૬/૦૨/૨૦૨૫ દરમિયાન મોરબી શહેરી વિસ્તારમાંથી ૪૬ રખડતા ઢોર પકડીને યદુનંદન ગૌશાળામાં મુકવામાં આવ્યા હતા.
મોરબી શહેરના તમામ પશુપાલકોને પોતાની માલિકીના ઢોર માલિકીની જગ્યામાં બાંધીને રાખવા માટે અપીલ...
મોરબી જીલ્લાની મચ્છુ -૦૨ તેમજ ૦૩ યોજનાની કેનાલને મોટી કરીને કમાન્ડ વિસ્તારમાં વધારો કરવા બાબતે કાંતીલાલ બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાંતિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે હાલમાં મોરબી જીલ્લામાં બે સિંચાઈ યોજના મચ્છુ – ૨...