મોરબીમાં મહીલા સાથે બળજબરીથી શરીર સુખ માંણનાર શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી: મોરબી શહેરમાં મહિલા સાથે એક ઈસમે બળજબરીથી શરીર સુખ માણ્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતી એક મહિલાએ આરોપી સુલતાનભાઈ મુસ્લીમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપીએ ફરીયાદીના ઘરે જઈ ફરીયાદીએ ના કહેવા છતા તેમની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી તેમના ઘરના સભ્યોને પતાવી દેવાની ધાક ધમકી આપી ફરીવાર ફરિયાદિને પોતાના ઘરે બોલાવી ફરીયાદી સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો આઇપીસી કલમ -૩૭૬(૨) એન ૫૦૬(૨), તથા એટ્રોસીટી એક્ટ કલમ -૩(૨)(૫), ૩(૨)(૫-એ), ૩(૧)(w)(૧) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.