Wednesday, October 23, 2024

મોરબીમાં મહિલા બેન્ક કર્મચારીએ ખાતેદારની FDના રૂપિયા અલગ અલગ એકાઉન્ટમા નાખી 18લાખની ઉચાપત કરી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: જેનું ખાય તેનું જ ખોદે કહેવત સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. મોરબીમાં વૃદ્ધના ઇન્ડસઇન્ડ બેંકના કર્મચારીએ વૃદ્ધને વિશ્વાસમા લઇ રકમ ડીપોઝીટ કરાવી બેન્ક કર્મચારીએ ખાતેદારએ કરાવેલી ફિક્સ ડિપોઝિટના (Fixed Deposite) ૧૮ લાખ રૂપિયા અલગ અલગ ખાતામાં (Account) ટ્રાન્સફર કરી દેતા મહિલા બેન્ક કર્મી વિરૂદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીની નાગનાથ શેરીમાં રહેતા મુકેશભાઈ મહાદેવપ્રસાદ પંડયા (ઉ.વ.૬૪) એ આરોપી ભાવિશાબા એસ. ઝાલા રહે. વડોદરાવાળા વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદી તથા આરોપી પડોશી હોય અને એકબીજા ઓળખતા હોય અને ઘરે અવર-જવર હોય જેથી વિશ્વાસ કેળવાય ગયેલ અને આરોપી મહિલા ઇન્ડસઇન્ડ બેંક મોરબી ખાતે નોકરી કરતા હોય જેથી બેન્કના કર્મચારી તરીકે વિશ્વાસમા લઇ ફરીયાદીની મરણમુડી સમાન મોટી રકમ ડીપોઝીટ કરાવી તેની ફીકસ ડીપોઝીટ કરાવી બેંક એકાઉન્ટની સવેદનશીલ માહીતી (ઇન્ટરનેટ બેંકીગ પાસવર્ડ) મદદ કરવાના બહાને જાણી લઇ પાસવર્ડનો ઉપયોગ પોતાના અંગત ફાયદા સારૂ કરી તા.૦૪/૦૮/૨૦૨૩ થી તા.૦૮/૦૮/૨૦૨૩ દરમ્યાન ફરીયાદીના ફિકસ ડીપોઝીટમાં રહેલ નાણા પૈકી રૂા.૧૮,૦૦,૦૦૦/- ફરીયાદીની જાણ બહાર અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્જેકશન કરી, ઉચાપત કરી મેળવી લઇ બેન્કના કર્મચારી તરીકે વિશ્વાસઘાત કર્યો હતો. જેથી ભોગ બનનાર મુકેશભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૦૯,૪૨૦ તથા આઇ.ટી.એકટ-૨૦૦૦ ની કલમ -૬૬(સી),૬૬(ડી), મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર