Thursday, November 21, 2024

મોરબીમાં મહિલાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ નોંધાવી ફરીયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી રહેતી મહિલાને તના સાસરીયા પક્ષ દ્વારા ચારીત્ર પર શંકા કરી માનસિક ત્રાસ આપતા હોવાની મોરબી મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં ફારૂકી મસ્જીદ પાસે ઘાંચી શેરી-૬મા રહેતા રજીયાબેન પરવેઝભાઇ મોગલ (ઉ.વ.૨૮) એ આરોપી પરવેઝભાઈ અબ્દુલભાઇ મોગલ (પતિ) અબ્દુલભાઇ હુસેનભાઇ મોગલ (સસરા), સાહીદાબેન અબ્દુલભાઇ મોગલ (સાસુ) રહે. બોરીચાવાસ સમસુદીનના બંગલાની બાજુમાં મોરબીવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬-૧૧-૨૦૧૪ થી ૮-૧૧-૨૦૨૩ સુધી અવાર નવાર ફરીયાદીને આરોપીઓએ ચારીત્ર ઉપર શંકા કરી કરીયાવર બાબતે મહેણાંટોણાં મારી મારકુટ શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી ભોગ બનનાર રજીયાબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૪૯૮(ક) ,૩૨૩,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર