મોરબીમાં મહાનગરપાલિકાને લગતી કામગીરી માટે સિટી સિવીક સેન્ટર શરૂ કરાયું
મોરબી મહાનગરપાલિકાને લગતી કામગીરી માટે રેલ્વે સ્ટેશન રોડ પર નંદકુવરબા ધર્મશાળા(રેન બસેરા) ખાતે સીટી સિવિક સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.
જેમાં મિલ્કત વેરો, વ્યાવસાયિક કર, વાહન કર, મકાનના નકશાની મંજુરી, બિલ્ડીંગ પ્લાનની મંજુરી, ડુપ્લિકેટ જન્મ-મરણ પ્રમાણપત્ર, ગુમાસ્તાધારા નોંધણી, આરોગ્ય અંગેના લાઈસન્સ, લારી ફેરિયા અંગેના લાઈસન્સ, માહિતીનો અધિકાર(RTI) સ્વીકૃતિ, હોલ બુકિંગ, કર વિભાગની અરજીની સ્વીકૃતિ, ફાયર(NOC) એપ્લીકેશન તથા અન્ય કોઈ સેવા માટે હમેશા તત્પર છે તો જાહેર જનતાએ આ સુવીધાઓનો લાભ ત્યા મળી રહશે.