મોરબી : મોરબી કોઠાવાળી આઈ મચ્છો માતાજીના સાનિધ્યમાં મચ્છુ માં બાળ મંડળ મોરબી દ્વારા તા. 2થી 4મેં સુધી મચ્છુ માતાના મંદિર મોરબી ખાતે ત્રિદિવસીય શતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના સમસ્ત ભરવાડ સમાજમાં આ ધાર્મિક ઉત્સવને લઈને ભારે હરખની લાગણી છવાઈ ગઈ છે.
મોરબીમાં મચ્છુ માં બાળ મંડળ દ્વારા તા.2થી4 મે દરમિયાન મચ્છુ માતા ના સાનિધ્યમાં ત્રીદિવસીય શતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આવતીકાલે સવારે 8વાગ્યે ગણપતિ પૂજા પુણ્યાહ વાચન માતૃકા પૂજન બપોરે 3:૩૦ કલાકે અગ્નિ પૂજા યોજશે તા.૩ ના રોજ ગણપતિ પૂજા, ચંડી પાઠ યોજાશે તો ૪મેના રોજ સ્થાપન પૂજા માતાજીની પૂજા ,હોમ ઉતરતંત્ર બલિદાન તેમજ પૂર્ણાહૂતી કાર્યક્રમ યોજાશે.આ ત્રી-દિવસીય કાર્યક્રમના આયોજન ધર્મ પ્રેમી જનતાને હાજર રહેવા ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે

