મોરબીમાં પ્રેમીકાનો પીછો કરવાની ના પાડતા યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો
મોરબી: મોરબીમાં યુવકે એક શખ્સને તેની પ્રેમિકાનો પીછો કરવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થયેલ હોય જે બાબતનો ખાર રાખી યુવક પર બે શખ્સોએ છરી વડે ઇજા કરી મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં યુવકે આરોપી મહેમુદભાઈ ઘાંચી તથા ધવલ રાવલ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને એક છોકરી સાથે પ્રેમ સંબંધ હોય અને આરોપી તેનો પીછો કરતો હોય જેથી ફરીયાદીએ આરોપી મહેમુદને બે -ત્રણ દિવસ અગાઉ તેની પ્રેમિકાનો પીછો કરવાની ના પાડતા બંને વચ્ચે સામાન્ય બોલચાલી બાદ બંને જતા રહેલ ત્યારબાદ સિપાઈ વાસ ખોજા ચંપલ વાળાની દુકાન પાસે ફરીયાદી તેના મીત્ર અનીસ સાથે રાત્રીના બેઠો હતો ત્યાંરે બંને આરોપીઓ આવી અગાઉના ઝઘડાનો ખાર રાખી ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરીયાદીને છરી વડે ગંભીર ઈજા પહોંચાડી હતી. જેથી આ બનાવ અંગે ફરીયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.