મોરબીમાં પ્રેમ લગ્નનનો ખાર રાખી માતા, પુત્ર અને પૌત્રને બે શખ્સોએ માર માર્યો
મોરબીના ભડીયાદ રોડ પર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા વૃધ્ધની પૌત્રી ઘરેથી પ્રેમ લગ્નન કરી ભાગી ગયેલ હોય અને વૃદ્ધના દિકરાને તથા પૌત્રીની સાથે પ્રેમ લગ્ન કરનારના કાકી સાથે બોલાચાલી થયેલ હોય જેથી તેના આરોપી દિકરાઓએ વૃદ્ધના ઘરે જઈ વૃદ્ધના દિકરા તથા પૌત્રને માર માર્યો હોવાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ રોડ પર જવાહર સોસાયટીમાં સાયન્સ કોલેજ પાછળ શેરી નં -૦૫ માં રહેતા જગુબેન ભગવાનજીભાઈ સનાળીયા (ઉ.વ.૬૦) એ આરોપી સુમીતભાઈ હસમુખભાઇ તથા પીયુષભાઈ હસમુખભાઇ રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની પૌત્રી ઘરેથી પ્રેમ લગ્ન કરી ભાગી ગયેલ હોય અને ફરીયાદિના દિકરાને તથા ફરીયાદીની પૌત્રીની સાથે પ્રેમ લગ્ન કરનારના કાકી સાથે સવારના બોલાચાલી થયેલ હોય જેથી તેના દિકરા આરોપીઓ ફરીયાદિના ઘરે જઈ ફરીયાદિને લાકડાના ધોકા વડે ડાબા હાથે મારતા ડાબા હાથના કાંડાના ભાગે ફ્રેકચર જેવી ઈજા તથા ફરીયાદિના પૌત્ર સાહેદ પ્રદિપને માથાના ભાગે લાકડાનો ધોકો મારી અને ફરીયાદીના દિકરા મહેન્દ્રભાઈને મુંઢ ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.