મોરબીમાં લુંટ ચલાવનાર ત્રણ ઈસમોને લુંટમા ગયેલ મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા
મોરબી: “અનડીટેક્ટ લુંટના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા લુંટમા ગયેલ મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડીવી. પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ લુંટના ગુનામા લુંટ થયેલ સ્પેલેન્ડર મોટર સાયકલ લઇને ત્રણ ઇસમો લાલપર બાજુથી સર્વિસ રોડ ઉપર લગધીરપુર રોડ તરફ આવતા હોવાની બાતમી મળતા મોરબીના લગધીરપૂર રોડના નાકા પાસે સર્વેલન્સ સ્ટાફ વોચમા રહેતા એક શંકાસ્પદ મોટરસાયકલ ત્રણ સવારીમા આવતા જેને અટકાવી પુછપરછ કરી મોટરસાયકલના એંજીન ચેચીસ નંબર પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા જે મોટર સાયકલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુનામાં લુંટમા ગયેલ હોવાનું જણાઇ આવતા જેથી કાયદેશરની કાર્યવાહી કરી આરોપીઓની સઘન પુછપરછ કરતા આ લુંટ પોતે ત્રણેય જણા સાથે મળીને કરેલ હોવાનું જણાવેલ જેથી આરોપીઓ અજયભાઇ દેવભાઈ સોમાભાઈ શિહોરા ઉ.વ ૧૯ રહે ગામ થાનગઢ કોળી સોસાયટી હનુમાનજી મંદિર પાસે ધાર ઉપર તા.થાન જી.સુરેન્દ્રનગર, રવીભાઇ ઉર્ફે રૈયો ભુદરભાઇ પનારા ઉ.વ. ૨૩ હાલ રહે નીચી માંડલ ધીરૂભાઇ કોળી ના મકાનમાં ભાડેથી તા.જી મોરબી મુળ ગામ નળખંભા ચામુંડમાતાના મઢની બાજુમાં તા.થાન જી સુરેન્દ્રનગર, હરેશભાઇ ઉર્ફે હની જીલાભાઈ સારલા ઉ.વ. ૨૫ રહે ગામ નળખંભા સારલા ફળીયુ તા.થાન જી સુરેન્દ્રનગરવાળાને ઝડપી પાડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.