મોરબીમાં લોકો માટે માથાનો દુખાવો દબાણ કે બેફામ લાગેલા હોર્ડિંગ્સ?
હાલ મોરબી નગરપાલિકાએ નામ બદલ્યા પણ લખાણ ના બદલ્યા, હવે પાલિકામાંથી મહાનગરપાલિકા બની છે અને નવા આવેલા કમિશ્નર સ્વપ્નિલ ખરે મોરબીની હાલત બદલવા પ્રયાસ કર્યો છે.
હાલ મોરબીમાં રસ્તાઓ પર તો દબાણ દૂર કરવાની કામગીરી ગોકળગાયની ગતિએ શરૂ થઈ છે ત્યારે ભૂખ્યા ને ભોજન કરાવતા બચુ બાપા જેવા વ્યક્તિ ના સેવા સ્થળ પર મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું અને રોડ પર રહેલ દબાણ દૂર કર્યું પરંતુ રસ્તા થી ૦૫ ફૂટ ઉપર આડેધડ લાગેલા બેનરો અને જાહેરાતના હોર્ડિંગ્સથી પ્રજા ગૂંગળામણ અનુભવી રહી છે.
હાલ મોરબીના લોકો માટે સૌથી હેડક પ્રશ્ન હોઈ તો એ હોર્ડિંગ્સનો છે કેમ કે બેફામ જાહેરાતના બોર્ડ અને પતાકાથી શહેરની હાલત ચકલા બજારની ગુજરી જેવી થઈ ગઈ છે.
મંજૂરી કે ટેન્ડર વિનાના હોર્ડિંગ્સ અને જાહેરાત બોર્ડથી નતો મહાનગરપાલિકાને આવક થઈ રહી છે પરંતુ કરોડો રૂપિયાનું નુકશાન જાય છે અત્યારે સામાન્ય વ્યક્તિ કે જેને કોઈ ઓળખતું નથી તે પહેલાં જન્મદિવસની શુભકામના અખબાર મારફતે આપતા હાલ મોરબીમાં મોટા હોર્ડિંગ્સ છે જે આ જન્મદિવસ તો ઠીક આવતા બીજા જન્મદિવસ સુધી ઉતારવામાં આવતા નથી કે કોઈ પૂછતું પણ નથી.
મોરબી શહેરના શનાળા થી ઉમિયા સર્કલ, ત્યાંથી લીલાપર તરફ જતા રોડ પર નવા બસ સ્ટેશનથી છેટ મહારાણા પ્રતાપ સર્કલ સુધી, ત્રાજપર ગામથી લાલપર માળિયા ફાટકથી પીપળી રોડ, રવાપર રોડ સહિતના અલગ અલગ વિસ્તાર કે જ્યાં મંજુરી વિના લાગેલા હોર્ડિંગ અને જોખમી બની ગયા હોય તેવા હોર્ડિંગ દુર કરવા જરૂરી બન્યા છે સામા કાંઠા વિસ્તારમાં આ જાહેરાતના મોટા બોર્ડથી મુસાફરોને બસોના બોર્ડ વાંચવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
હાલ મોરબીમાં PGVCLના દરેક વીજપોલ ઉપર શહેર, શેરી કે ગલ્લી મોહલ્લામાં બેફામ બોર્ડ લગાવી દેવામાં આવેલા છે, શહેરના મુખ્ય માર્ગ પર PGVCLના વીજપોલ મસાજ સ્પાના, ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલ, પ્રાઇવેટ સ્કૂલ, તેલના ડબ્બાના બેફામ બોર્ડ મારી દેવામાં આવ્યા છે, જો આ બોર્ડનું ટેન્ડર પદ્ધતિથી ભાડું નક્કી કર્યું હોય તો પણ મહાનગરપાલિકાનું કરોડોનું બાકી રહેલ લાઈટ બીલ ભરપાઈ થઈ શકે છે.
ભૂતકાળમાં અમુક કાઉન્સિલર અને પાલિકા એજન્ટ દ્વારા આ જાહેરાત અને હોર્ડિંગ્સ માટે રાજાશાહીની જેમ ઠેકાશાહી ચલાવી ઘર ભરતા હતા એ ઉઘરાણા હજી પણ છાનામુના ચાલી રહ્યા છે.
મોરબીની પ્રજા નવા આવેલ કમિશ્નર પાસે દબાણ સાથે સાથે આવા હોર્ડિંગ્સ અને જાહેરત બોર્ડ હટાવવા માટે પણ અરજ કરી રહ્યા છે.