મોરબીમાં મારી નાખવાના ઇરાદે આઇસર ચાલકે ટ્રાફીક પોલીસના બાઈકને લીધું હડફેટે; બે ઈજાગ્રસ્ત
મોરબી નેશનલ હાઇવે રોડ પર આઈસરો અને ડમ્પરો માતેલા સાંઢની જેમ દોડી રહ્યા છે ત્યારે મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર મહેન્દ્રનગર ચોકડીથી રોંગ સાઈડમાં ચલાવી આવતા આઇસર ચાલકને ફરજમાં રહેલ ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલે હાથ ઉંચો કરી ઉભુ રાખવા કહેતા આરોપીએ કાવુ મારી નીકળી જઈ પોલીસે પાછળ બાઈક કરતા મારી નાખવાના ઇરાદે પોલીસ બાઈક પર આઇશર નાખી પછાડી પોલીસ કોન્સ્ટેબલ તથા સાહેદને ઈજાઓ પહોંચાડી ટ્રક મુકી નાસી ગયો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ મનજીભાઈ સોલગામા (ઉ.વ.૩૬) એ આરોપી આઇશર ટ્રક રજીસ્ટર નંબર -જીજે-૦૧-સીઝેડ-૯૩૨૪ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબી નેશનલ હાઇવે રોડ પર ચામુંડા હોટલ પાસે ફરીયાદી પોતાની ટ્રાફીકની ફરજ પર ટ્રાફીકની કામગીરી કરતા હતા દરમ્યાન આઇશર ટ્રક રજીસ્ટર નં- જીજે- ૦૧ -સીઝેડ -૯૩૨૪ ના ચાલકને પોતાના હવાલાવાળુ આઇશર ટ્રક મહેન્દ્રનગર ચોકડી થી વ્રોંગ સાઇડમા ચલાવી આવતા જેઓને પોતાના હવાલાવાળુ આઇસર ટ્રક રોડની સાઇડમા ઉભુ રાખવા ઇશારો કરતા જે આઇશર ટ્રકના ચાલકને સારૂ નહી લાગતા ફરીયાદી નજીક આવી કાવો મારી પોતાનુ આઇશર ભગાડતા ફરીયાદિ તથા સાહેદ મોટરસાયકલ સાથે આઇશર ટ્રકની પાછળ જતા આઇશર ટ્રકના ચાલકે આગળ જઇ યુ-ટર્ન લઇ ઇરાદાપુર્વક જાણી જોઇને ફરીયાદી તથા સાહેદને મારી નાખવાના ઇરાદે બાઈક પર નાખી ભટકાડી દઇ બાઈક સાથે પછાડી દઇ ફરીયાદીને તથા સાહેદને ફ્રેકચર જેવી ઇજા કરી આઇશર ટ્રકનો ચાલક પોતાના હવાલાવાળુ આઇશર ટ્રક મુકી નાસી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.