મોરબીમાં કીડીયારૂ પુરી અને રંગોળી દોરીને પર્યાવરણ બચાવવાનો યુવાનોએ આપ્યો સંદેશ
મોરબી : આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે મોરબીમાં પર્યાવરણ પ્રેમી યુવકોએ વિશ્વ પર્યાવરણ દિવસ અને રાજકોટ TRP ગેમ ઝોનમાં આગ લાગવાથી મુત્યુ પામનાર દીવંગતોના મોક્ષાર્થે કીડીયારૂ પુરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરીને રંગોળી દોરીને વૃક્ષારોપણનો સંદેશો આપવામાં આવ્યો હતો.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ પ્રેમી વિપુલ કડીવાર, સાગર કડીવાર, અલ્પેશ ઉધરેજા અને શૈલેષ ભોજાણી દ્રારા કીડીયારું પુરીને ગેમઝોનના દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. જેમાં ૫૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને ૫૧ અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટી આને બાવળ અને બોરડીના ઝુંડમાં મુકવામાં આવ્યા હતા. જેથી ૫૧૦૦૦ હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે.