મોરબીમાં ખાનગી એજન્સીએ સિટી બસની સેવા કરી બંધ
એજન્સી ફાયનલ થયે પાલિકા પોતાની ફરી સેવા શરૂ કરશે
મોરબી શહેરમાં તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અને ધંધા રોજગાર પર જવા આવવા માટે મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના હેઠળ સિટીબસ સેવા શરૂ કરી હતી તેમજ તેની કામગીરી ગુરૂકૃપા બસ સર્વીસ નામની ખાનગી એજન્સીને તેમનું સંચાલન સોંપ્યું હતું. આ સિટી બસમાં ખુબ નજીવા દરે બસ ભાડુ ચાલતુ હતું અને તમાંમ રૂટ પરથી પેસેન્જર પણ પુરત પ્રમાણે મડી રહેતા હતા. પરંતુ અગાઉ પણ પાલિકા દ્વારા કોઈ બહાનું બતાવી સિટી બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી.
ત્યારબાદ ધારાસભ્ય દ્વારા ફરી એકવખત સિટીબસ સેવા શરૂ કરાવી હતી અને એક વર્ષ સુધી અલગ અલગ રૂટમાં છ જેટલી બસો દોડતી હતી ત્યારે ફરી એક વખત ગુરૂકૃપા એજન્સી દ્વારા સિટી બસનું સંચાલન કરવાની ના પાડી દીધી છે જેના કારણે ખાનગી બસના પૈડાં થંભી ગયા છે. અને મુસાફરો રઝળી પડયા છે. જો કે તાત્કાલિક ધોરણે પાલિકા દ્વારા ત્રણ સિટી બસો દોડાવવામાં આવી રહી છે પરંતુ ત્રણ બસમાં મુસાફરો સમાવેશ થય શકે તેમ નથી અને બધા રૂટ ચાલું ન હોવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સિએનજી રીક્ષાનો સહારો લેવો પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ બાબતે ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળા દ્વારા જણાવ્યું હતું કે હાલ જે એજન્સી દ્વારા બસનું સંચાલન કરવામાં આવે છે તે કોન્ટ્રાકટમાં મુકાયેલ શરતોનો ભંગ કરતા હોવાનું સામે આવતા તેને બે વખત નોટીસ આપી નિયમ પાલન કરવા જણાવ્યું હતું પરંતુ તેના દ્વારા શરતોનું પાલન કરવા સક્ષમ ન હોવાનું કારણ આપી કોન્ટ્રકટ પૂર્ણ કરવામાં ડીફોલ્ટ જાહેર થઇ છે અને કામગીરી બંધ કરી છે પાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ત્રણ બસ ત્રાજપરથી ગાંધી ચોક અને ગાંધી ચોકથી લજાઈ રૂટ પર સંચાલન ચાલુ રાખ્યું છે એજન્સી શરત ભંગ માટે પેનલ્ટી ફટકારવામાં આવશે આ ઉપરાંત ફરી ટેન્ડર પ્રક્રિયા પણ શરુ કરી છે નવી એજન્સી ફાયનલ થયે ફરી તેના દ્વારા સેવા શરુ કરવામાં આવાની હોવાનું જણાવ્યું હતું.