મોરબીમાં ખાખરેચી ખાતે થર્ડ જેન્ડરના મતદારોએ સન્માનભેર કર્યું મતદાન
મોરબી જિલ્લામાં લોકસભાની ચૂંટણી અન્વયે મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે યુવા, વરિષ્ઠ નાગરિકો, બીમાર, દિવ્યાંગ તમામ મતદારો બાકી કામ સાઈડમાં રાખી લોકશાહીમાં પોતાની ફરજ અચૂક નિભાવી રહ્યા છે. ત્યારે ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલ ખાખરેચી મતદાન મથકે થર્ડ જેન્ડરના મતદારોએ સન્માનભેર મતદાન કર્યું હતું.
લોકશાહીના પર્વને મોરબી જિલ્લાવાસીઓ જ્યારે ઉત્સાહભેર ઉજવી રહ્યા છે. તડકો હોવા છતાં લોકોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ બાકી કામ પડતા મૂકી મતદાન કરી લોકશાહીને મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે મોરબીના ખાખરેચી ખાતે થર્ડ જેન્ડરના મતદારોએ મતદાન કરી લોકશાહીમાં પોતાનું અનન્ય યોગદાન આપ્યું હતું.